Tuesday, 25 July 2017

મઘા નક્ષત્ર

આજ થી શરૂ થતાં મઘા નક્ષત્રનું ખુબજ મહત્વ છે આજે સવારે 6 વાગ્યા થી કાલે સવારે 4:51 સુધી મઘા નક્ષત્ર છે.મઘા નક્ષત્ર માટે કહેવાયું છે કે “મઘા કે બરસે, માતુ કે પરસે” એટલેકે મા જો ખાવાનું પીરસે તો જ છોકરાનું પેટ ભરાય એમ મઘા નક્ષત્રના વરસાદ થી ધરતી માતા ની પાણીની પ્યાસ બુઝી જાય છે.જેનાથી પાક પણ ખુબજ સારો થાય છે.
 વડોદરા જિલ્લાનું ચંપાલીયાપુરા ગામ કે જ્યાં પાણીની ખૂબ અછત વર્તાય છે.આ ગામ ના લોકોને પીવાનું પાણી લેવા માટે ગામ થી 7 km દૂર જવું પડે છે.આ તકલીફ ને લીધે કેટલાક  લોકો ગામ છોડી ચાલ્યા ગયા છે.માત્ર 20 સિનિયર સીટીઝન જ ત્યાં રહે છે.
આ લોકો એ  ભેગા મળી કહેવત ને સાચી બનાવી છે કે “ઘૈડા જ ગાડાં વાળે”.આ મિત્રો એ ભેગા મળી દરેક ઘરે અંડર ગ્રાઉન્ડ ટાંકી બનાવી છે.જેમાં તેઓ વરસાદનું મઘા નક્ષત્ર નું પાણી ભરે છે જેનો ઉપયોગ તેઓ પીવા અને રસોઈમાં ઉપયોગ માં લે છે.
મઘા નક્ષત્ર માં જો વરસાદ પડે તો તે સોના ના તોલે ગણવામાં આવે છે.આ પાણીને વાસણમાં ભરી રાખો તોપણ એમાં પોરા(કીડા)પડતા નથી. મઘા વરસાદનું પાણી જો બાળકોને પીવડાવવામાં આવે તો તેમના પેટમાં જો કીડા હોય તો તે મરી જાય છે.મઘાનું પાણી ગંગાજળના સમાન છે તેને આખું વર્ષ ભરી રાખવામાં આવે તો પણ તે એવું ને એવું જ રહીએ છે.
પૌરાણિક માન્યતાઓ પ્રમાણે ચાતક પક્ષી આખું વર્ષ તરસ્યું રહે છે અને મઘા ના વરસાદનું જ પાણી પીવે છે.પરંતુ પક્ષીવિદો આ વાતને અંધશ્રધ્ધા ગણાવી રહયા છે.આ સાથે તુષાર શુક્લની પંક્તિ યાદ આવે છે...”આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસુ આસપાસ છે”.

No comments:

Post a Comment