Sunday, 23 July 2017

મેઘરાજાની મહેર

મેઘરાજા મન મુકીને વર્ષી રહ્યા છે ત્યાં બનાસકાંઠામાં ભારે વરસાદ ને કારણે કલેકટરે બાળકોને તો સ્કૂલમાં જવાની રજા આપી પણ ફરજ ના ભાગ રૂપે શિક્ષકોએ તો જવાનું હોઈ મને સ્કૂલ જતા રસ્તામાં બનાસ નદી જોવાનો મોકો મળ્યો.
બનાસ નદી ને આટલી વહેતી જોવી એ એક અનેરો આનંદ છે. જે નદી કોરી રોજ જોતા હોઈએ એને બે કાંઠે વહેતા જોવી એ અનેરો આનંદ છે.ફોટામાં પુલ પરથી બનાસ નદીનો નજારો દેખાય છે.
હજી પણ વરસાદની આગાહી છે.તો આપણે અને આસપાસના માણસોને બહાર ના નીકળવા વિનંતી છે.તથા નાના બાળકોને સાચવવા એ આપણી ફરજ છે.

No comments:

Post a Comment