કહેવાય છે કે જે કામ મોટા માણસો નથી શીખવી શકતા એ કામ એક નાનું બાળક શીખવી જાય છે.ક્યારેય કોઈ માણસ કે વસ્તુને આપણા કરતા ઓછી ના આંકવી જોઈએ.ક્યારેક એક નાની ચિનગારી પણ આખું જંગલ સળગાવી દે છે તો ક્યારેક પ્રહલાદ જેવો નાનો બાળક પણ આપણને ભક્તિ અને ભગવાન પર કેવો વિશ્વાસ રાખવો એ નો પાઠ શીખવી જાય છે.
આજે આ જિંદગી એક્સપ્રેસ માં એવી જ એક નાની વાત છે જે આપણ ને જિંદગી જીવવા અને બીજા પાર વિશ્વાસ કેવો કરવો એનો પાઠ શીખવી જાય છે.
એક ગામ,ગામમાં રામુકાકા રહે.એકવાર રામુકાકાને બહાર ગામ જવાનું થયું.રામુકાકા તો ઘરને તાળું મારી ચાવિ પોતાના ખીસામા મૂકી ચાલતા થયા.
સાંજની વેળાએ રામુકાકા પોતાનું કામ પતાવી ઘરે પાછા ફર્યા.ઘર ના દરવાજે ઉભા રહી ખીસામાં ચાવી લેવા હાથ નાખ્યો પણ ચાવી તો મળી જ નહીં.પછીતો તેમને બાજુવાળા ના ઘરે થી હથોડો મંગાવી તાળું તોડવાના પ્રયત્ન સરું કર્યા. ઘણા હથોડા માર્યા પણ તાળું ખુલ્યું નહિ.એટલામાં રામુકાકા ને વિચાર આવ્યો કે લાવ જરા મારી થેલીમાં ફરી જોઈ લાઉ ક્યાંક ચાવી ભુલથીમે એ માં તો નથી મૂકી ને ? જ્યાં થેલી માં હાથ નાખે છે ત્યાં ચાવિનો અવાજ આવે છે.રામુકાકા ખુશ થઈ ને ચાવી થી તાળું ખોળે છે.ઘર માં જઈને એ હથોડો અને તાળું અને ચાવીને એક ટેબલ પર મૂકે છે.
( ત્યાંજ હથોડો ચાવી ને જોઈને કહે છે ચાવી તને એક વાત કહું? ચાવી કહે ,કે....,હથોડો કહે હું અને તું બન્ને લોખંડના બનેલા છીએ,વળી તારા કરતા મારી બનાવટમાં લોખંડ વધુ વપરાયુ છે તો તું મારા કરતાં ઝડપી તાળું કેમ ખોલી દે છે? હું તો કેટલો તાળાને માર મારું તથા મારતા મારતા મને પણ વાગે છતાં ઘણા બધા પ્રયત્નોને અંતે તાળું તૂટી જાય છે પણ ખુલતું નથી એનું સુ કારણ હશે? આજે તો તારે મને જવાબ આપવોજ પડશે?
ચાવીએ હસતા હસતા☺☺☺ જવાબ આપ્યો કે હું અને તાળું બન્ને દિલથી જોડાયેલા છીએ,મારા વગર ટાળાની કિંમત નથી અને તાળા વગર મારી કિંમત નથી, મારા માં પડેલા આંકા અને તાળા મા પડેલા આંકા બન્ને એક જ હોય છે,અમે અંતર ના તાર થી જોડાયેલા છીએ,જ્યારે તાળા સાથે ચાવી જોડાય છે ત્યારે અમે બન્ને એક થાઈ ને બીજું બધું ભૂલી જઈએ છીએ.
હું બીજા તાળામાં સેટ ના થઇ શકું અને તાળામાં મારા સિવાય બીજી ચાવી સેટ ના થઇ શકે.હથોડાને હસતા હસતા ચાવી ફરી કહે છે કે તું મારા કરતાં મજબૂત છે પણ તું તાળાને ઘા મારી દર્દ આપે છે એટલે તાળું ખુલતું નથી જ્યારે હું એને પ્રેમથી અનુકૂળ થવું છું એંટલે એ તરતજ ખુલી જાય છે.)
જિંદગી પણ આવી જ છે જયાં પ્રેમ છે ત્યાં સર્વસ્વ છે,પ્રેમ થી જ જિંદગીમાં આવેલી અનેક મુશ્કેલીના તાળા ખુલી જાય છે.

No comments:
Post a Comment