ભગવાન ને સાક્ષી રાખી કરેલું કામ પણ આપણને આ દુનિયામાં ખોટું પડે છે.તો શુ ભગવાન પર વિશ્વાસ જ ના કરવો?
કે પછી લોકો કહે છે એમ ધીરજ ના ફળ મીઠા....નાના એમ પણ કહેવાય છે કે રાહ જુવો તમારો પણ સમય આવશે પણ ક્યારે?
કેટલી પરીક્ષા હજી આપવવી પડશે જિંદગીમાં કોને ખબર હોય છે.સ્કૂલની કે બીજી ભણતર ની પરીક્ષા સારી કે એની તારીખતો નક્કી હોય છે પણ આ જિંદગીની પરીક્ષા માં તો તારીખ પણ નક્કી નથી હોતી અને પેપર ક્યુ આવવાનું છે એ પણ નક્કી નથી હોતું.
ભગવાન ને ત્યાં કેટલી હજી ખાલી જગ્યા ઓ પડી હશે,હજી કેટલી ભરતી કરવાની હશે જે એ દરેકની જિંદગીમાં રોજ પરીક્ષા લેતો હોય છે?
ભણતરની પરીક્ષામાં તો સ્કોર્ડ આવે એના ગળા માં આઈકાર્ડ હોય એટલે આપણે એને ઓળખી લઈએ પણ આ જિંદગીની પરીક્ષામાં તો આપણી આસપાસના કે બીજા લોકો માંથી ક્યારે કોણ આપણી જિંદગીની પરીક્ષામાં સ્કોર્ડ બની જાય એ નક્કી જ હોતું નથી વળીએતો કાઈ પૂછયા વગર બસ સીધો કોપી કેશ જ કરે.
ભગવાન ને પ્રાર્થના કરીએ કે બધું જ સારું થાય તો પછી ખરાબ થાય ત્યારે ભગવાન ક્યાં ગયો હશે?સુ એ વખતે એનોવિશ્વાસ કરવાનો? તો સુ ભગવાન જ આપણું સાંભળતો નથી અને એજ જોડે રહી મુશ્કેલી ઉભી કરતો હશે?
અબ્દુલ કલામ સાહેબ ના કહેવા પ્રમાણે 'ક્યારેય પ્રયત્ન કરવાનો છોડવો ના જોઈએ,ક્યારેય વિશ્વાસ છોડવો ના જોઈએ,ક્યારેય કોઈ મંજિલ વચ્ચે થી છોડીના મુકવી જોઈએ,તમારો દિવસ જરૂર આવશે'
........કહેવાય છે કે જે થાય એ સારા માટે જ થાય

No comments:
Post a Comment