નિષ્ક,મારો દીકરો,મારો જીવ,મારો પ્યાર.
દરેક માં.. ને પોતાનો દીકરો એટલે કે જાણે એની ..આખી દુનિયા.
આજે નિષ્ક ની સ્કૂલમાં કૃષ્ણ જન્માષ્ટમી ની ઉજવણી કરવાની છે.જેના ભાગરૂપે નિષ્કને કનૈયો બનીને શાળામાં જવાનું છે.
ગઈ કાલે એના શિક્ષિકાબેને એને કહ્યું કે તારે કૃષ્ણ બનવાનું છે ત્યારનું એના મગજમાં એવો જ વિચાર ચાલતો હતોકે કૃષ્ણ કેવા હશે?કૃષ્ણ સુ પહેરતા હશે?મમાં કનૈયો વાંસળી કેવી રીતે પકડતો હશે?મમાં કનૈયો ચશ્મા પહેરતો હશે?
અત્યાર સુધી મારા દીકરાએ કૃષ્ણની મૂર્તિ પણ જોઈ હશે અને ફોટા પણ જોયા હશે પરંતુ જ્યારે આજે વાત હતી એને જાતે કૃષ્ણ બનવાની ત્યારે કૃષ્ણની નાની નાની વાત નું એને નિરીક્ષણ કર્યું.
અમે કનૈયો બનવા માટે ડ્રેસ લેવા ગયા,એના કપડાં, માળા વગેરે બધું ખરીદ્યું પછી બઝારમાં થી થઈને ઘરે આવતા નિષ્ક મને પ્રશ્ન પૂછ્યો.
એનો એક પ્રશ્ન મને ખુબજ ગમ્યો....
એને મને પૂછ્યું મમાં કૃષ્ણ કેવા બુટ પહેરતા હશે?☺️
ખરેખર બાળક વધારે ત્યારેજ સમજી શકે જ્યારે તે જાતે અનુભવ કરે.કૃષ્ણ નું રૂપ લેતા લેતા એ કૃષ્ણ વિશે જાણી અને સમજી શક્યો.મને ગર્વ છે કે શિક્ષક મિત્રો દ્વારા આવી પ્રવૃત્તિ શાળામાં થાય છે જેથી આપણી સંસ્કૃતિ જીવંત રહે છે અને બાળકો પણ જાણી શકે છે.
#છોટી બાતેં
#chhoti baate
#छोटी बातें
Wah wah
ReplyDelete