Sunday, 13 May 2018

Happy mother's day

માઁ..........
શબ્દ સાંભળતાજ રોમ રોમ માં ખુશી નો અહેસાસ વ્યાપી જાય છે.
હમણાં ન્યૂઝપેપર મા આવ્યું હતું કે મા વિશે એક વાક્ય માં લખો અને વિજેતા ઇનામ મેળવો.
આ વાંચી ને હું મા વિશે લખવા બેઠી તો મને સમજાયુકે મા વિશે એક વાક્યમાં લખવું એ અશક્ય છે.મા ના ગુણ એટલા બધા છે કે એને લખવા બેસીએ તો કદાચ આખી જીંદગી ઓછી પડી જાય.
માઁ તારા આશીર્વાદ મને મળતા રહે અને તારા પ્રેમનું આવરણ હંમેશા મારી આસપાસ રહે.મારા જીવન માં હંમેશા તારો સાથ મળતો રહે એ સાથે happy mother’s  day Ma

                      


અત્યાર સુધી વાત કરી તે મારી જન્મ દેનારી માતા ની હતી.હવે વાત કરું છું એ મારા લગ્ન પછીની માઁ  એટલેકે મારી સાસુમાની વાત છે.
હા લગ્ન પછી મારી જન્મ દેનારી માતા ની કમી તો જિંદગીભર રહે છે પરંતુ મારી સાસુમાં એટલેકે માઁ પણ એ કમી પુરી કરવામા ઓછું આવવા દે એમ નથી.હા આજ સુધી એમના તરફ થી મારા માટે કોઈ બંધન નથી.હંમેશા મારા નિર્ણયમાં એ મારી સાથે છે.એમની  સૌથી સારી વાત કરું તો એ દુનિયા ની સર્વ શ્રેષ્ઠ દાદી છે.મારા નિષ્ક દીકરા માટે પોતાનો જીવ આપે છે.નિષ્ક ની ચિંતા મારા કરતાં એની દાદી વધારે  કરે છે.મારા પતિદેવ એટલે કે મારી માઁ માટે એમનો લાલિયો.એમના માટે પણ તે શ્રેષ્ઠ મધર નો એવોર્ડ આપવામાં આવે તો મારી મીના માઁ ને જ આપવો જોઈએ કારણ એ અર્પિત એટલેકે મારા પતિદેવ માટે  એના સુખમાં સુખી અને એના દુઃખમાં દુઃખી.

                       



મારા જીવનમાં આવનાર અત્યાર સુધીની બે માતાની વાત કરી હવે તમને થશે કે હજી કઈ માઁ બાકી છે તો હા હું મારી છોટી માઁ ને ના ભૂલી શકું.હા એ મારા કાકી છે પણ એમનો મારા જીવન માં આવેલ દરેક પ્રસંગમાં મા તરીકે ની ફરજ મા ક્યારેય ઓછું આવવા દીધું નથી.મારી સગી માતાએ જેટલું મારા માટે કરયુ છે એટલું જ મારી છોટી મા એ કર્યું છે.મારા મનની વાત પણ હું મારી છોટી મા ને વિના સંકોચે કહી શકું છું.
લવ યુ ઓલ my mother’s
Happy mother’s day
#chhoti baate
#છોટી બાતેં
#छोटी बातें



2 comments: