Wednesday, 7 March 2018

Happy woman's day special

આજકાલ એવી ફેશન છે કે જ્યારે પોતાના છોકરા ના લગ્ન જે સ્ત્રી
સાથે કરવાના હોય એ સ્ત્રી ને કહેવામાં આવે છે કે તું હવે અમારી દીકરી જેવીજ છે.સ્ત્રી તો ખુશ થઈ ને પોતાના પિયર માંથી સાસરીમાં આવે છે એને તો એમ કે મને પિયરના જેમજ પ્યાર અને સન્માન મળશે એને એ સમયે સમજ જ નથી હોતી કે દીકરી હોવું અને દીકરી જેવીજ  હોવું માં આસમાન જમીન નો ફરક હોય છે.
દીકરી ને સ્વતંત્રતા જ્યારે દીકરી જેવીજ સ્ત્રી ને બંધન.
દીકરી ગમે તે બોલે ખોટું ના લાગે જ્યારે દીકરી જેવીજ સ્ત્રી બોલે ત્યારે એના દોષ જોવામાં આવે.
દીકરી રિસાય તો એને સામે થઈ મનાવાય,દીકરી જેવીજ સ્ત્રી ને કહેવામાં આવે કે તે રિસાઈને અમારું અપમાન કર્યું છે.
આવા તો અનેક ઉદાહરણ છે ....હા આ દરેક ઘરનો પ્રશ્ન છે.કારણ જ્યારે સ્ત્રી ને કહેવામાં આવે છે કે તું અમારી દીકરી જેવીજ  છે ત્યારે એક ત્રણ અક્ષરના બનેલા શબ્દ (જેવીજ) માં સમાયેલી ભેદ રેખા જો સ્ત્રી ઓળખી જાય અને સમાજ આ દીકરી તરીકે સ્વીકારવા નો બાહ્ય દેખાવ ના કરે તો સ્ત્રી પર થતી ઘરેલુ માનસિક હિંસા માં ઘટાડી શકાય.
“Strong girls ,strong world”  જ્યારે સ્ત્રી એક સ્ત્રી ને સમજશે ત્યારેજ દેશ મજબૂત થશે,સમાજ માં સુધારો થશે.આજે સમાજમાં સ્ત્રી ઉપર એના પતિ કરતા એની સાસુનો ત્રાસ વધારે હોય છે એનો મતલબ એક સ્ત્રી જ સ્ત્રીને હેરાન કરે છે.

“મારી શાળા”  માં અમારા બાર શિક્ષક મિત્રોનો સ્ટાફ છે એમાંથી 8 બહેનો છે.આ બહેનો એ બાળકોને રંગો ની સમજ સ્પષ્ટ થાય તે માટે જુદા જુદા color ડે ઉજવ્યા હતા.એની એક ઝલક પોસ્ટર માં દેખાય છે.
નારીશકિત મહાન....

મારા મત મુજબ પુરુષ ,સ્ત્રી ને સમજે એ કરતા વધુ જરૂરી છે એક સ્ત્રી જ બીજી સ્ત્રી ને સમજે.

Happy woman’s day
#chhoti baate
#છોટી બાતેં
#छोटी बातें



1 comment: