મને ગર્વ છે હું ગુજરાતી છું,જય જય ગરવી ગુજરાત.
હા...મારુ ગુજરાત જ્યાં” બેટી બચાઓ બેટી પઢાઓ” આ માટે ગુજરાત હમેશા એક કદમ આગળ વધતુ જ રહે છે.દીકરીના જન્મ ના પ્રોત્સાહન હેતુ ગઈ કાલે એટલેકે 8 માર્ચ 2018 ના રોજ અંતરરાષ્ટ્રિય મહિલા દિન નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા 8 માર્ચ ના રોજ જન્મેલી દીકરીને ‘નન્હિ પરી અવતરણ’ એએક અનોખા પ્રયાસ દ્વારા આ દિવસે જન્મેલી રાજ્યની દરેક બાળકી ઓને 5 ગ્રામ ચાંદીનો સિક્કો ,મીઠાઈનું પેકેટ,મમતા કીટ અને એક ગુલાબના ફૂલ થી વધાવવામાં આવ્યા.
આમ આપના ઘરે બાળકી નહિ પણ સુંદર પરી એ જન્મ લીધો છે એનો આનંદ આખા ગુજરાતે મનાવ્યો.આ સાથે અત્યાર સુધી ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સ્ત્રીઓ માટે ઘણી બધી સારી યોજનાઓ અમલ મા મુકવામાં આવી જ છે.
મને ગર્વ છે હું ગુજરાતી છું
હોય જંગલનો રાજા સિંહ ભલે,હું પણ ગુજરાતી સિંહણ છું.
જય ગુજરાત,જય જય ગરવી ગુજરાત
#છોટી બાતેં
#chhoti baate
#छोटी बातें

Congratulation
ReplyDelete