‘મારી શાળા’ શ્રી ઇન્દિરાનગર (સમ.) પ્રાઇમરી શાળા.
તમને એમ થાય કે હોળી અને ધુળેટી પૂરી થઈ ગઈ છતાં હવે આ સ્કૂલમાં હોળી ઉજવાઈ.તો હા એનું કારણ રજા હોવાથી થોડું લેટ થયું.પણ અમારે ત્યાં જે રંગોત્સવ ની ઉજવણી થઈ એની વાતજ નિરાલી છે.બાળકોને હોળી ની ઉજવણી માટે ખાવામાં આવતી ખજૂર અને ધાણીના મહત્વ સમજાવી તેનો નાસ્તો બાળકોને કરાવવામાં આવ્યો.
વળી રંગોત્સવ માટે બાળકો રંગના દરિયામાં ડૂબકી લગાવતા અદભુત દ્રશ્ય જાણે જોતાજ રહીએ.સાથે જ dj નો તાલ.બાળકો અને શિક્ષકો ખુબજ મન ભરીને નાચ્યાં.જાને બાળકો અને શિક્ષકો દોસ્ત બનીને એકબીજા ના રંગમાં નિર્દોષ પ્રેમ થી રંગાયા.હા...આ સાથે એક વાત રહી ગઈ કે અમારી શાળાના શિક્ષકો શાળા સમય પહેલા રંગ લેવા બજાર માં ગયા ત્યારે દુકાનદારે કહ્યું કે અત્યારે કલર હવે તો ધુળેટી પૂરી,તો શિક્ષકો એ કહ્યું મારા બાળકો માટે જ.....આજે રંગોત્સવ.
આમ ધાણી, ખજૂર,રંગ અને dj.....વાહ વાહ ...ખુબજ... મજા..ખુબજ ...આનંદ...
#છોટી બાતેં
#chhoti baate
#छोटी बातें




Good
ReplyDeleteGood activity ..
ReplyDelete