ચિત્ર દોરવાનું જો આપણને કહેવામાં આવે તો ભલભલા વિચારમાં પડી જાય છે.ચિત્ર દોરવું એ નાની અમથી વાત નથી.મારા મંતવ્ય મુજબ સારું ચિત્ર એજ દોરી શકે છે જેને પોતાનામાં આત્મ વિશ્વાસ હોય.મારા એક મિત્ર ખુબજ સરસ ચિત્ર દોરે છે એટલુંજ નહિ તે ઉભેલા માણસને પણ આબેહૂબ દોરી શકે છે.એ હંમેશા કહે છે કે ચિત્ર એજ દોરી શકે જેનામાં એકાગ્રતા હોય.
આજે મારી શાળા શ્રી ઇન્દિરાનાગર (સમ.)પ્રાથમિક શાળા માં 8મી માર્ચ આંતરરાષ્ટ્રિય મહિલા દિન નિમિત્તે શાળા કક્ષા એ તારીખ 5 મી માર્ચ ના રોજ ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું.જેમાં બાળકોએ ઉત્સાહ સાથે ભાગ લીધો.આ ચિત્ર સ્પર્ધાનો વિષય છે સ્ત્રી સશક્તિકરણ.
કહેવાય છે કે “સંગ એવો રંગ”.માત્ર બાળકો જ નહીં અમારી શાળાના શિક્ષક શ્રી વિનોદ ભાઈ પટેલ ,એ પણ ખૂબ જ સારા ચિત્રકાર છે.બાળકોની સાથે સાથે માત્ર 5 મિનિટ માં બોર્ડપર ખુબજ સરસ ચિત્ર દોરી દીધું.આ જોઈ બાળકોને ચિત્ર દોરવા માટે માર્ગદર્શન પણ મળી રહ્યું.
બાળક સાથે કામ કરતા એવું લાગે કે આપણે એવી ખાણ માં કામ કરી રહયા છીએ કે એને ખોદતાં ખોદતાં દરરોજ કૈક નવું જ મળે છે.બાળકો એ કલા થી ભરેલી ખાણ છે.કોઈક વાર એવું પણ બને છે કે બાળકને જાણ પણ ના હોય કે એનામાં આવી કોઈ કલા છુપાયેલી છે.આવી કલા ને બહાર લાવવા માટે સ્પર્ધાનું આયોજન થાય છે. મારી શાળામાં ધોરણ 6માં ભણતો વિદ્યાર્થી પરમાર મિતેશ રમેશભાઈ.જેને અત્યાર સુધી નાના મોટા ચિત્રતો દોર્યા હતા પણ આજે આટલું મોટું ચિત્ર એને ખુબજ આત્મવિશ્વાસ સાથે દોર્યું છે જે આપણે પોસ્ટર માં જોઈ શકીએ છીએ.
#આંતરરાષ્ટ્રિય મહિલા દિન
#છોટી બાતેં
#chhotee baate
#छोटी बातें


This comment has been removed by the author.
ReplyDeleteVery nice
ReplyDeleteVery Good ..
ReplyDeleteNice
ReplyDeleteThanks to all
ReplyDelete