એક ભાઈ એ સાંભળ્યું કે અમાવાસ્યા ના દિવસે-સમુદ્ર સ્નાન કરવાથી સર્વ નદીઓ માં સ્નાન કરવાનું પુણ્ય મળે છે. તેથી તે સમુદ્ર માંસ્નાન કરવા માટે ગયો. પણ સ્નાન કરવાને બદલે-તે ત્યાં જ બેસી રહ્યો.
લોકોએ તેને પૂછ્યું-સ્નાન કરો ને,કેમ શાંત બેસી રહ્યાં છો. સ્નાન ક્યારે કરશો?
તે પુરુષે કહ્યું-સમુદ્ર માં ઉપરા ઉપરી તરંગો આવે છે.આ તરંગો બંધ થાય,સમુદ્ર શાંત થાય,સ્થિર થાય પછી –હું સ્નાન કરીશ.
દરિયો કદી શાંત થયો નથી અને થવાનો નથી. રાહ જોઈ બેસો-તો કયારેય સ્નાન થાય જ નહિ.તરંગો નો ત્રાસ સહન કરવો જ પડે છે.
તે પ્રમાણે સંસાર એ સમુદ્ર છે.તેમાં અડચણ રૂપી તરંગો તો આવવાના જ.
એટલે કોઈ કહે-કે બધી અનુકુળતા થશે-પછી હું માંરુ કાર્ય કરીશ. તો એવી સર્વાંગી અનુકુળતા આવતી જ નથી.
જેમ પેલો મનુષ્ય સ્નાન વગર રહી ગયો-તેમ તેવા વિચારનો મનુષ્ય –પોતાના લક્ષ વગર રહી જાય છે.
જે આવા વિચાર કરે –તો માનવું કે-એનું મન એને છેતરે છે.
જીવન માં એક અડચણ દૂર થાય તો બીજી આવી ને ઉભી થઇ જાય છે.
જીવ પાપ અને પુણ્ય બંને લઈને આવે છે.
પાપનું ફળ દુઃખ છે. અને પુણ્ય નું ફળ સુખ છે. જેથી જીવન માં અડચણ તો આવે જ છે.
માટે એવો દૃઢ નિશ્ચય કરો-કે-ગમે તે અડચણ આવે પણ લક્ષ ન છૂટે.
અતિ દુઃખ આવે –અડચણ આવે –તો પણ મનુષ્ય પોતાના લક્ષ માટે કાર્ય ના છોડે.
#છોટી બાતેં
#chhoti baate
#छोटी बातें

No comments:
Post a Comment