Tuesday, 20 March 2018

વિશ્વ ચકલી દિવસ

"तारो वैभव राजमहल, ने नौकर-चाकर नु धाडु ... मारे आँगन चकली नो मालो एज मारू रजवाडु ."
આજે વિશ્વ ચકલી દિવસ 
‘મારી શાળા’ હા હું શાળાનું હુલામણું નામ ‘મારી શાળા’ થી જ વાત કરીશ. 
આજનો દિવસ અમારા માટે અનેરો હતો.આમતો ચકલી ઘર અમારી શાળામાં છેજ પણ આજે વિશ્વ ચકલી દિવસની ઉજવણી ના હેતુ સર બાળકો એ ચકલી માટે પોતાની મહેનત થી માળા બનાવ્યા.
બાળકો ખિલખિલાટ હસતા રમતા માળો બનાવતા હતા જાને કે કોઈને મહેલ બનાવી ને ગિફ્ટ આપવાની હોય એટલી ખુશી.ખરેખર આપણે જોઈએને તો બાળકોનો ચકલી ઘર બનાવવાનો આનંદ જાણે કે રણ માં તરસ્યા માણસને પાણી મળે ને એટલો.
શાળાના રૂમમાં શુશોભન માટે બનાવેલી મટકી માં પણ એક ચકલી એ સરસ માળો બનાવેલો છે જાણે કે એ તો રાજમહેલ ના રાજા -રાણી.

ચકલીબેન પોતાના ઘર ની ઉપર જાને પોતાના બચ્ચાંની રખેવાળી કરતા હોય એવું લાગે.

છોકરાઓ ભેગા મળી પાતળી લાકડાની સળીઓ માંથી માળો બનાવી રહ્યા છે.

છોકરીઓ કહે અમે પણ છોકરાઓથી થોડી પણ ઑછી ઉતરીએ એમ નથી હો!

એક છોકરીએ ઘાસમાંથી માળો બનાવ્યો જાને પક્ષીએજ ના બનાવ્યો હોય?
અરે સ્વર્ગથી પણ સુંદર વાતાવરણ અમારી શાળા માં સર્જાયું હતું.માણસમાં પરોપકારની ભાવના જો જીવિત રાખવી હોય તો બાળપણ થી જ પશુ પક્ષી પ્રેમના સંસ્કાર આપવા પડે તોજ મોટા થતા એ જીવનમાં વણાયેલા રહે.અરે આજે બાળકોનો નો પક્ષીઓ માટે પ્રેમ એટલો હતો કે એમના માટે એ લોકો  મહેલ જાને જોતજોતામાં તૈયાર કરી દે એટલી ઉત્સુકતા.હા સાથે સાથે એમના જમવા અને પાણીની પણ વ્યવસ્થા તો ખરીજ...
#છોટી બાતેં
#chhoti baate
#छोटी बातें

No comments:

Post a Comment