માતા અને પિતા બાળકના જન્મ પહેલે થી જ કેટલી બધી તૈયારી
શરૂ કરી દે છે.પોતાના બાળક જન્મે એ પછી એને સહેજ પણ તકલીફ ના પડે એ માટે માતા બાળકના વિકાસ માટે ,એને સારું ખાવા મળે એના માટે,એને સારા સંસ્કાર મળે એના માટે પોતાના માં હોય એ શક્તિ વાપરી દે છે.
જ્યારે પિતા પોતાના બાળક ને ક્યારેય કોઈ દુઃખ ન પડે એ માટે મહેનત કરીને રૂપીઓ ભેગો કરે છે.બાળકને રહેવા માટે સરસ ઘર બનાવે છે અને માઁ એ ઘરને સજાવીને બાળકને કોઈ પણ તકલીફ ના પડે એવું બનાવે છે.
આતો થઈ મનુષ્યની વાત પણ ,પક્ષીઓની દુનિયામાં જોઈએ તો એક બારીમાં મેલ કબુતર અને ફિમેલ કબૂતર ભેગા મળી ને આવનાર બચ્ચા માટે માળો બનાવે છે.આ સાથે મેલ કબુતર બહાર થી નાની મોટી સળકડીઓ લાવે છે અને ફિમેલ કબુતર એ સળકડીઓ ને સુંદર રીતે ગોઠવી માળો બાંધે છે.આ દ્રશ્ય જોતાજ જાને ભગવાન ની લીલાનો અનુભવ કરતા હોય એવું લાગે છે આપ પણ આ વિડિઓ નીચે જોઈ શકો છો.
#છોટી બાતેં
#Chhoti baate
#छोटी बातें

No comments:
Post a Comment