Friday, 2 February 2018

Jindgi express

"કેમ ઉકેલું આ જિંદગીનાં અઘરા સવાલો ને,
હજી કંઈ ભણ્યો પણ નથી, ને પરીક્ષા આવી ગઈ..!
ગમે તેવી પરીક્ષા માં પણ વિશ્વાસ મહત્વ નો છે.ક્યારેક બે મિત્રો મળે ને તો વાત કરતા હોય છે કે તને મારા પર વોશ્વાસ નથી,બીજો કહે તને મારા પર વિશ્વાસ નથી.અરે વિશ્વાસ ના હોત તો તમે બે મિત્રો તમારી અંગત વાત એકબીજા ને કરી જ ના હોત. પણ સમય બધું જ શીખવાડે છે.ક્યારેક જીવન માં સામેના મિત્રની ભલાઈ માટે આપણે દુઃખ સહન કરવું પડે તો કરીશુ જેથી એનો વિશ્વાસ આપણા પર કાયમ રહે.એક વાર્તા અહીં આ બાબતે કૈક શીખવી જાય છે.
બે મિત્રો ને એકબીજા પર ખુબ પ્રેમ હતો. બન્ને મિત્રો સાથે કામ પણ કરે અને એકબીજા નું ધ્યાન પણ રાખે. ઘણીવાર તો એકબીજાને પોતાના હાથે જમાડે પણ ખરા.

 બન્ને મિત્રો એકબીજાને  મેળવીને પોતાની જાતને ધન્ય સમજતા હતા અને આનંદથી પોતાની જીંદગીને જીવતા હતા.

એકવાર સાંજના સમયે એક મિત્ર  કામ કરીને થાક્યો પાક્યો ઘેર આવ્યો. બીજા મિત્રે પોતાની પાસે બોલાવ્યો અને કહ્યુ કે મેં તારા માટે એક તરબુચ રાખ્યુ છે ચાલ હું તને તેની ચીરીઓ કરીને આપું. 

મિત્રે પોતાની જાતે જ તરબુચની એક ચીરી કરીને બીજા મિત્ર ને ખાવા માટે આપી અને પછી પુછ્યુ કે કેવી લાગી ?

પેલા મિત્ર કહ્યુ , “દોસ્તાર, બહું જ મીઠી છે. મારી અત્યાર સુધીની જીંદગીમાં આવું મીઠું તરબુચ મેં ક્યારેય ખાધું નથી. ”

મિત્રને તરબુચ ગમ્યુ એટલે એક પછી એક ચીર કરીને મિત્રને આપતો ગયો અને બીજો મિત્ર વખાણ કરતા કરતા આ ચીર ખાતો ગયો. હવે મિત્રના  હાથમાં છેલ્લી ચીર હતી. 

મિત્ર પાસે આ તરબુચની મિઠાશના બહું વખાણ સાંભળ્યા એટલે તેને તરબુચ ચાખવાની ઇચ્છા થઇ. તરબુચની ચીર પોતાના મોઢામાં નાંખી ત્યાં તો થું થું કરતા બહાર ફેંકી દીધી. 

મિત્રને કહ્યુ કે "આ તો કોઇપણ જાતના સ્વાદ વગરની છે તો પછી તું કેમ ખોટા વખાણ કરતો હતો.”

મિત્રએ કહ્યુ , “ દોસ્તાર હું તરબુચની ચીરના નહી પરંતું આપની લાગણી અને પ્રેમના વખાણ કરતો હતો. તરબુચ ભલેને સ્વાદ વગરનું હોય પણ તારા હાથના સ્પર્શથી એ મીઠું થઇ જતું હતું. તે મને ઘણીવાર ઘણું બધું સારુ સારુ ખવડાવ્યુ જ છે તો હવે હું આ એક સામાન્ય તરબુચને કેમ કરીને ખરાબ કહી શકું ?”

#છોટી બાતેં
#chhoti  baate
#छोटी बातें


No comments:

Post a Comment