Wednesday, 21 February 2018

માતૃભાષા દિવસ

આજે ૨૧ ફેબ્રુઆરી "વિશ્વ માતૃભાષા દિવસ" !!
મને ગર્વ છે કે
“ગુજરાતી” મારી 
માતૃભાષા છે,

આપ સૌને આજના દિન ની હાર્દિક શુભેચ્છાઓ.

 જ્યારે ઘણા બધા લોકો કોઈ પ્રસંગમાં ભેગા થાય અને એમાં કોઈ મિત્રનો છોકરો જો ઈંગ્લીશ માં વાતચીત કરે તો આપણે પ્રભાવિત થઈને કહીએ છીએ કે ઓહો તમારા છોકરા ને તમે ખુબજ સરસ શિક્ષણ આપ્યું છે.જો બીજા કોઈ મિત્રનો છોકરો શુદ્ધ ગુજરાતી મા વાત કરશે તો તમે એના થી પ્રભાવિત નથી થતા એનું શું કારણ?

  આજે માતૃભાષા દિવસ ને ઉજવતા લોકો પોતાના બાળકોને માતૃભાષા માં જ શિક્ષણ આપતા ખચકાય છે.કહેવાય છે કે માતૃભાષા એ આપણી મા છે. મા આપણને સમજી શકે એટલું બીજું કોઈ ના સમજી શકે.એમ માતૃભાષા માં સમજ જેટલી ઝડપ થી કેળવાય એટલી બીજી કોઈ ભાષા માં આટલી ઝડપી સમજ કેળવાતી નથી. મારુ તો માનવું છે કે બાળકોને પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષા માં જ આપવું જોઈએ.

“  હું ગુજરાતી છું ગુજરાતી,
   ગર્વ  મને ,  હું ગુજરાતી ,
   ગીરનો રાજા સિંહ ભલે,
   હું પણ સિંહણ ગુજરાતી”
                .....નીપા ભટ્ટ

#છોટી બાતેં
#chhoti baate
#छोटी बातें
  

No comments:

Post a Comment