Wednesday, 29 November 2017

Jindgi express

જિંદગી માં દરેક દિવસો સરખા નથી હોતા જેમાંથી સુખના ઘણા દિવસો તો તરત જતા રહે છે પણ દુઃખ નો એક દિવસ પૂરો કરતા નાકે દમ આવી જાય છે.
આપણે હમેશા અનુભવી એ છીએ કે કાલે હતું એવું આજે નહિ હોય અને આજે જે છે એ કાલે નહિ હોય.જિંદગીમાં દિવસ-રાત તો થવાના જ છે પણ આપણે નક્કી કરવાનું છે કે તેમાં કેવી રીતે ખુશ રહેવું.હંમેશા દુઃખ ત્યારેજ લાગે છે કે આપણી જે વ્યક્તિ કે વસ્તુ માટે અપેક્ષા હોય અને એ પૂરી ના થાય કાં તો પછી તમારો અતિશય પ્રેમ.
જિંદગી માં અતિ હમેશા નુકસાન કારક છે.જો શાક બનાવ્યું હોય પણ એમાં કોઈ પણ એક વસ્તુ અતિશય પડી જાય તો આખા શાક ની મજા બગડી જાય છે એમ જ અતિશય લગાવ કે પ્રેમ તમારા જીવન મા દુઃખ લાવે છે જિંદગી માં નિરાશા લાવે છે.
જિંદગી માં ક્યારેક ખરાબ દિવસો આવે ને તો સમજજો કે સમય અને આપણી અતિશય અપેક્ષા કે પ્રેમ હતો આપણી જિંદગી ખરાબ નહોતી.દરેક ભૂલ કે દુઃખ ના દિવસો માંથી કઈક શીખવાનું મળે છે જે આપણી જિંદગી માં ખુશી લાવે છે.પણ જો દુઃખ ના દિવસો માં જિંદગી અને નસીબ ને કોષતા રહીએ તો સુખની પ્રાપ્તિ થઈ શકે નહિ.દુનિયા નો નિયમ છે સાહેબ.....

જરૂર હોય ત્યારે માણસ ની સાથે ફોટો પાડે છે, અને કામ પત્યા પછી લોકો એ જ માણસ ને ખોટો પાડે છે....તો આપણે પણ અપેક્ષા રાખ્યા વિના માત્ર આપણી ફરજ અને આપણા કર્મ પર ધ્યાન આપી ને ખુશ રહેવું જોઈએ.
❛ દુઃખ આવ્યું છે અને આવતું રહેશે,  છતાં સવારે સુખ શોધવા નીકળી જવું એનું નામ 'જિંદગી' ❜  
ભાગ્ય ને શુ દોષ આપવો... જ્યારે સપના મારા છે, તો કોશિશ પણ મારી જ હોવી જોઇયે.
#જિંદગી

1 comment: