બનાસકાંઠા
જીલ્લામાં ડીસા તાલુકો આગવું સ્થાન ધરાવે છે.કેટલીક બાબતોમાં ડીસા અનોખી સિદ્ધિઓ ધરાવે
છે. સમગ્ર ભારતમાં સૌથી વધારે શાળાઓ ધરાવતો તાલુકો પણ ડીસા જ છે.સમગ્ર ભારતમાં
બટાકા ઉત્પાદન માટે સદાય અગ્રેસર એટલે ડીસા.આટલો મોટો અને ચોક્કસ ખાસિયત ધરાવતા
તાલુકામાં ફરજ બજાવતી એક શિક્ષિકાનો અહી પરિચયની અહી વાત કરવી છે.
હું નીપા અશોકકુમાર ભટ્ટ ડીસા તાલુકાના ઇન્દીરાનગર(સમ.) પ્રાથમિક શાળામાં નોકરી કરું છું..ઉચ્ચતર
પ્રાથમિક વિભાગમાં ગણિત અને વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવતા આજે મને છ વર્ષથી વધુ સમય થયો છે.શાળામાં અભ્યાસ કરતાં બાળકો માટે
અનોખું અને નવતર તેઓ કરતાં રહેવું મને છે.આવું કરવાના વિચાર સાથે તેમને એક નાની પ્રવૃત્તિ
શરુ કરી.
તેઓએ
બાળકોના માનસિક વિકાસ માટે પ્રયત્નો કર્યા.મેન્ટલ એબેલીટી વધે તે માટે મેં ‘મેન્ટલી એબેલીટી ડેવલોપમેન્ટ માટેના પ્રયત્નો કર્યા.વિવિધ વય
જૂથના બાળકો માટે કોયડાનો અભ્યાસ કર્યો.આવા કોયડા એકઠા કર્યા.નવા બનાવેલ અને શોધેલા
આ કોયડાને સરળથી કઠીન તરફ ગોઠવ્યા.આ કોયડાને શાળામાં નિયમિત રજૂ કરવાનું
વિચાર્યું.શાળામાં મારા ધ્વારા નિયમિત એક કોયડો રજૂ કરવામાં આવે છે.આ કામની ધીમી અને
મક્કમ શરૂઆત થઇ છે.આવું હોવાથી બાળકોને પણ
સહજ રીતે જોડાયાનો અનુભવ થાય છે.આ શાળામાં
પણ ધીરે ધીરે આ અનોખી પ્રવૃત્તિની અસર થવા માંડી.આ પ્રવૃત્તિ વધવા માંડી અને
સ્વીકારાયેલ છે.એનો મને આનંદ છે.
માત્ર
ગણિત કે વિજ્ઞાન વિષય માટે જ નહિ.તેમના ધ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે
પ્રયત્નો કરવામાં આવે છે.સંગીતમાં વિશારદ અને શિક્ષા વિશારદ ઉપરાંત શાસ્ત્રીય નૃત્યમાં પણ વિશારદ સુધીની લાયકાત હું ધરાવું છું.મારામાં આવેલી આ કળા માટે પણ હું સતત પ્રયત્ન કરું છું.યુવક સેવા અને
સંસ્કૃતિક વિભાગ ધ્વારા અનેક કર્યો સાથે હું જોડાયેલ છે. યુનીવર્સીટી કક્ષાના યુવક
મહોત્સવમાં નિર્ણાયક તરીકેની જવાબદારી અનેક વખત નિભાવેલ છે.જીલ્લાથી પ્રદેશ અને રાજ્ય સુધી વિવિધ
સ્પર્ધામાં હું નિર્ણાયક તરીકે સેવા આપુ છું.છેલ્લા ચાર વર્ષથી હું રાજ્ય કક્ષાએ નિર્ણાયક તરીકે
સેવા આપુ છું.ભરત નાટ્યમમાં ‘આરંગેત્રલ’ની પદવી ધરાવું છું.આ કળા બાળકોને શીખવવા અને તેના પ્રચાર પ્રસાર માટે હું પ્રયત્ન કરું છું.
ટેકનોલોજીનો
ઉપયોગ અને શિક્ષણના માટે હું સદાય તત્પર છું.નવતર વિચારોને અમલી બનાવવા માટે કાર્યરત રહેવું મને ગમે છે.સમગ્ર ભારતમાંથી આવેલ નવતર વિચારો ધારિત પુસ્તક 'શોધ સૃષ્ટી'ના લેખક તરીકે મેં જવાબદારી નિભાવી છે.ખૂબ જ ચીવટ અને સરળ રીતે નવાચાર રજુ કરી શકવાને લીધે આ પુસ્તક આઈ.આઈ.એમ.ની વેબ સાઈડમાં મુકવામાં આવેલ છે.મારું આ પુસ્તક ગુજરાતીમાં પ્રકાશિત થઇ ચુક્યું છે.અંગ્રેજી અને મરાઠીમાં પણ આ પુસ્તક પ્રકાશિત થઇ રહ્યું છે.આ પ્રકારનું પુસ્તક દર વર્ષે
પ્રકાશિત થાય તેવી હું મહેનત કરવા સતત પ્રયત્ન કરું છું.
સપ્તરંગી ફાઉન્ડેશન,બેંગ્લોર(7rangiskill@gmail.com) સૃષ્ટી ઓર્ગેનાઈજેશન(www.sristi.org)સાથે હાલ હું સક્રિય રીતે કાર્યરત છું.આ બ્લોગને વિવિધ પ્રકારના કોયડા અને શૈક્ષણિક રીતે ઉપયોગી થાય તે રીતે હું આગળ ધપાવવા પ્રયત્ન કરું છું.આશા રાખું કે આપના સૂચન મને મળશે.આપના સૂચનથી જ આ કામ વધુ અસરકારક બનશે તેવું મારું માનવું છે.
I am proud of you
ReplyDelete