Thursday, 6 September 2018

Happy birthday our school

તારીખ 6-9-2018 અમારી શાળાનો 30મો સ્થાપના દિવસ.શ્રી ઇન્દીરાનગર(સમ.) પ્રા. શાળા અમારી શાળાની સ્થાપના 6-9-1988 ના રોજ કરવામાં આવી હતી.
આ શુભ દિનની ઉજવણી શાળા પરિવાર દ્વારા ખુબજ સરસ રીતે કરવામાં આવી.

બાળકોએ એટલા ઉત્સાહથી શાળાનો happy birthday ઉજવવાનું નક્કી કર્યું.આમતો પહેલા એવું નક્કી કરવામાં આવ્યું કે  આપડે એકદમ સાદો birthday ઉજવી દઈએ પરંતુ બાળકોએ તો એટલી તૈયારી બતાવી કે શાળાનો જન્મદિવસ નું મહત્વ જાણે એમના જન્મ દિન કરતા પણ મહત્વનો બની ગયો.


પહેલા બીજા ધોરણથી લઈ આઠમા ધોરણ સુધી બાળકો એ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો.ગરબા,ડાન્સ,વકૃતવ,ચિત્ર સ્પર્ધા,એક પાંત્રીય અભિનય,બાળગીત,નિબંધ લેખન વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.

 


હા , એમા વળી સ્વાગત ગીત તો તૈયાર કવાનું રહી ગયું હતું  તો શાળાની છોકરીઓએ માત્ર એક અડધો કલાક માં જ ડાન્સ તૈયાર કરી દીધો.
 

અરે જોવાની અને માણવાની મજાતો એકપાત્રિય અભિનયમાં આવી જેમાં priynkaa બેન દ્વારા શાકવાળી નો રોલ કરવામાં આવ્યો.જેમાં તે શાક વેચીને પૈસા પણ સ્ક્રેચ કાર્ડ થી લેતા હતા.એમને ખુબજ સરસ અદા થી પોતાની ભૂમિકા નિભાવી હતી.
આ બધા કાર્યક્રમને શુશોભીત કરનાર અમારા ગામના દાતાશ્રી ચેલાજી ઠાકોર નો ખુબ ખુબ આભાર કે જેમને શાળાના આ શુભ પ્રસંગે બાળકોને મગ અને શિરો જમાડીને શાળાના જન્મદિન નિમિતે શાળાને સહકાર આપ્યો છે.આ રીતે ચેલાજી ઠાકોર સેવા કરતા રહે એવી પ્રભુ એમને શક્તિ આપે.

આજે શાળાના શિક્ષકો અને બાળકોમાં ખુબજ ઉમંગની લાગણીઓનો વરસાદ વરસતો હતો.સૌ કોઈ ખુબજ ખુશ હતા.
બાળકીઓ દ્વારા એક ડાન્સ રજૂ થયો જે નીચેની લિંક પર છે.આપ અવશ્ય જુઓ અને નાના બાળકોને પ્રોત્સાહિત કરો એવી આશા.

છેલ્લે રેવાભાઈ સાહેબ દ્વારા આભાર વિધિ કરો સાંસ્કૃતિક કાર્યક્રમને પૂરો જાહેર કરવામાં આવ્યો.

2 comments: