Saturday, 29 December 2018

Love u jindgi



છેલ્લા બે ત્રણ દિવસ થી સામાજિક બાબતે મારું મન ખુબજ વ્યાકુળ હતું, હું ભગવાન ને પ્રાથના કરતી હતી કે મને શક્તિ આપ કે હું મારા જીવન માં , મારાથી કોઈને દુઃખ ના પહોંચે એવું કાર્ય કરી શકું અને મારા મનમાં જે પ્રશ્નો છે એ નું નિરાકરણ હું ભગવાન પાસે માંગતી હતી અને એવા જ સમય મને લાગ્યું કે પુસ્તક મારો મિત્ર બની શકે એમ છે.  શાળામાં રીશેષ સમય માં શાળા પુસ્તકાલય માંથી એક બૂક વાંચવાનો મોકો મળ્યો.એ સમયે મને આચાર્ય વિજય રત્નસુંદરસુરી મહારાજજી ની લખેલી પુસ્તક મળી જે નું નામ છે "લખી રાખો આરસની તકતી પર".
 મારા હાથ મા પુસ્તક આવ્યું અને આ પુસ્તક હજી અડધું. પણ વાંચ્યું નહોતું  અને મારા પ્રશ્નોના જવાબ મને મળી ગયા. ખરેખર આ પુસ્તક દરેક વ્યક્તિ ને વાંચવું જ જોઈએ.

આ પુસ્તક માં એક કાલ્પનિક દ્રષ્ટાંત આપ્યું છે જે  આપની સમક્ષ રજૂ કરું છું.

લુહાર અને સોની વચ્ચે એક નાનકડી દુકાન.બંને જણા સાથે કામ કરે.લુહાર લોખંડ ટીપી ઓજારો બનાવે.સોની સોનુ ટીપી ઘરેણાં બનાવે.એકવાર  બન્યું એવું કે લોખંડના ટુકડાને ટીપતા ટીપતા લુહારનો હથોડો ટુકડાની ધાર પર પડ્યો અને એ ટુકડો ઉછળીને બાજુની ભઠ્ઠીમાં જ્યાં સોની સોનાને ટીપી રહ્યો હતો ત્યાં જઈને પડયો. ઘણા સમય થી સોનાના ટુકડાના મનમાં  લોખંડના ટુકડાને એક પ્રશ્ન પૂછવાની ઇચ્છા હતી પણ ગમેતે કારણસર એને સફળતા નહોતી મળી પણ આજે જ્યારે સામે ચડીને જ લોખંડનો ટુકડો પોતાની બાજુમાં આવી ગયો હતો ત્યારે એને લાગ્યું કે મનમાં ઘુમરાતી શંકાનું સમાધાન કરી જ લેવા દે.
પૂછ્યું એને લોખંડના ટુકડાને,"લોખંડભાઈ !એક પ્રશ્નનો જવાબ આપશો?'
'પૂછો'
ભઠ્ઠીમાં નાખી લુહાર જો તમને ટીપે છે તો ભઠ્ઠીમાં નાખી સોની મનેય ટીપે છે . વેદનાજો તમને થાય છે તો મનેય કાંઈ ઓછી થતી નથી પણ હું એવો લાંબો અવાજ કર્યા વિના સોનીના હાથનો માર લહાઈ લઉં છું,જ્યારે તમે તો માર ખાતા ખાતા કેટલો ભારે અવાજ કરો છો! મારે જાણવું છે કે આટલો બધો અવાજ કરવાનું કારણ શું છે?

સોનાના ટુકડાનો આ પ્રશ્ન સાંભળી લોખંડના ટુકડાની આંખ માંથી આંસુ આવી ગયા. રડતા રડતા એને જવાબ આપ્યો -'સોનભાઈ!તમારી વાત સાચી છે.સમાન વેદના છતાં મારો અવાજ તમારા કરતા મોટો કેમ? તો સાંભળો એનો જવાબ..
તમને હથોડીનો માર પડે છે પણ તમને મારનારો તમારો જાત ભાઈ નથી.જ્યારે મારા પર જે હથોડો તૂટી પડે છે એ આખરે તો મારો જાત ભાઈ છે.બહારવાળા મારી જાય એની વેદના તો હજી કદાચ સહન થઈ જાય ,પણ મારનારો જ્યારે ઘરનો જ છે એવો ખ્યાલ આવી જાય ત્યારે એની વેદના તો અસહ્ય જ બની જાય!
હવે તમેજ કહોકે માર ખાતા ખાતા મારાથી ચીસ પડી જાય એમાં આશ્ચર્ય સુ છે?

આટલી વાત પરથી બધુજ સમજાય એવું છે.વિશેષ ના કહેતા..

                        "કર દગો સામે દુશ્મન બની
                         દોસ્ત બનીને છેતરીશ નહિ"

#છોટી બાતેં
#छोटी बातें

1 comment: