Tuesday, 3 July 2018

જન્મદિનની ઉજવણી



કહેવાય છે કે જન્મ દિવસ એટલે તો તમારા જિંદગીનું એક વર્ષ ઓછું થયા નો સંકેત.પણ આજકાલ લોકો જન્મ દિવસ ની ઉજવણી ખુબજ ધામધૂમ થી અને જુદી જુદી રીતે કરતા હોય છે કારણ આવનાર નવું વર્ષ આનંદ સાથે અને ખુશી થી પસાર થાય.
આજે હું એવી વ્યક્તિ ની વાત કરવા જઇ રહી છું જેમને પોતાના દીકરાના જન્મદિન ની ઉજવણી એક અનોખી રીતે કરી છે.
અનોખી વ્યક્તિ જ અનોખું કાર્ય કરી શકે છે એવી વ્યક્તિ એટલે કમલેશભાઈ ઠક્કર.જેઓ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાની ઉત્તમપુરા પ્રાથમિક શાળામાં આચાર્ય છે.આ શાળા સરકારી શાળા છે.કમલેશભાઈએ પોતાના વિચાર ની જેમ શાળા પણ ખુબજ સુંદર બનાવી  છે.એકવાર આ શાળાની મુલાકાત જરૂર કરવી જોઈએ.
કમલેશભાઈ ને બે દીકરા છે.મોટાનું નામ  નિલાંગ  અને નાના દીકરાનું નામ શિવમ.કમલેશભાઈ એ આજે તેમના મોટા દીકરાના જન્મદિન ની ઉજવણી એક અનોખી રીતે કરી છે.કમલેશભાઈ અને એમના ધર્મપત્ની દક્ષાબેને  પોતાના મોટા દીકરાના જન્મદિન નિમિતે ચક્ષુદાન કર્યું છે.આ પતિપત્નીએ ‘નેત્રદાન એ મહાદાન’સૂત્ર ને સાર્થક કરવાનું એક કદમ ભર્યું છે.
નેત્રદાન કરવાથી આપણા મૃત્યુ પછી અંધ વ્યક્તિને દુનિયાને નિહાળવાનો એક મોકો મળે છે અથવા તો આપણી આખો અંધત્વ નિવારણ સંશોધન માટે ઉપયોગ માં લેવામાં આવે છે.આ સેવા કાર્ય માટે આપણે કોઈ ખર્ચ કરવાનો હોતો નથી માત્ર યોગ્ય વ્યક્તિની સાક્ષીમાં સંકલ્પપત્ર ભરીને આપવાનું હોય છે.આપણા મૃત્યુ પછીના 6 કલાક  સુધીમાં આપણા મિત્રો કે સબંધી દ્વારા આપણે જે હોસ્પિટલમાં ચક્ષુદાન કરવાનું હોય ત્યાં જાણ કરવાની હોય છે.
ખરેખર જન્મદિનની આ પ્રકાર ની ઉજવણી એ બીજા અન્ધવ્યક્તિ માટે ભવિષ્યમાં આશીર્વાદરૂપ બની રહે છે.
Happy birthday nilang
God bless u
#chhoti baate
#છોટી બાતેં
#छोटी बातें

No comments:

Post a Comment