આજે રોઝ ડે. 7 ફેબ્રુઆરી થી શરૂ થતું આ અઠવાડિયું 14 ફેબ્રુઆરી સુધી રોજ નવા દિવસ લઈને આવે છે. જેમાં આજે રોઝ ડે છે.કહેવાય છે કે આ રોઝ ડે ના દિવસે તમે સામેનું પાત્ર જે તમારા દિલ માં રહેતું હોય એને તમે તમારા મન ની વાત ગુલાબના માધ્યમ થી કહી શકો છો.તમે તમારી મન ગમતી વ્યક્તિ ને ક્યાં કલર નું ગુલાબ આપો છો એના ઉપર તમારી વચ્ચેનો પ્રેમ દેખાય છે.ઉદાહરણ માટે કહું તો પીળું ગુલાબ દોસ્તી નું પ્રતીક છે ,ગુલાબી રંગનું ગુલાબ એ સામેની વ્યક્તિને આભાર માનવા નું પ્રતીક છે.આમ દરેક રંગના કલર ની પોતાની ખાસિયત છે.
આપ પણ આપના મનગમતી વ્યક્તિને રોઝ ડે ના દિવસે ગુલાબ આપી આપની મન ની વાત બતાવી શકો છો.પણ મિત્રો એ યાદ જરૂર રાખજો કે ગુલાબ આપતા સમયે તમારી મનગમતી વ્યક્તિ ને કરેલા વચનો જીવનભર યાદ રાખી તે પુરા કરજો. સામેવાળી વ્યક્તિ હમેશા તમારા આપેલા ગુલાબ માટે નહીં પણ તમે એકબીજા પર કરેલા વિશ્વાસ સાથે જીવે છે.
આ પોસ્ટર જેમાં દરેક રંગ ધરાવતું ગુલાબ છે જે મારુ વોટ્સઅપ અને ફેસબુક નું dp છે . જે મારા ફેવરિટ હસબન્ડ માટે છે જેની સાથે હું દોસ્તી,પ્રેમ,ગુસ્સો,વિરહ વગેરે બધાજ ભાવ વ્યક્ત કરી શકું છું.આપ પણ આપના હમસફર ને ગુલાબ આપી રોઝ ડે ઉજવી પોતાના જીવનમાં રંગ ભરી શકો છો
#happy rose day
#chhoti baate
#છોટી બાતેં
#छोटी बातें

No comments:
Post a Comment