આજે પ્રપોઝ ડે. મારા અનુભવ મુજબ સૌથી સારી પ્રપોઝલ દોસ્તી ની છે.કારણ આ પ્રપોઝલ સ્વીકાર્યા પછી કોઈ નુકસાન નથી,હમેશા દોસ્તીમાં ફાયદો જ છે.દોસ્તી તો દોસ્તી,જેમાં નિસ્વાર્થ પ્રેમ ની જ ભાવના.
આજે પ્રપોઝ ડે ના દિવસે હું મારા મિત્રો ને આ જીવન દોસ્તી માટે પ્રપોઝ કરું છું.કોઈકે ખુબજ સરસ કહ્યું છે કે દોસ્ત જ જિન્દગીભરનો સથવારો છે.જ્યારે દોસ્ત આપણને કહી દે ને કે “દોસ્તાર હું છું” સમજો બધા જ દુઃખો સામે લડવાની હિંમત મળી જાય છે.
દોસ્ત હંમેશા પોતાના દોસ્તારે કરેલા વિશ્વાસ ને નિભાવે છે.દુનિયામાં બીજા બધા સબંધ જરૂરિયાત પૂરી થતાં આપણને છોડી દેશે પણ એક દોસ્ત અને આપણી મા આપણને ક્યારેય નહીં છોડે (આપણી લાખ ભૂલો હોવા છતાં).
Happy prapose day my best friend
#chhoti baate
#છોટી બાતેં
#छोटी बातें

No comments:
Post a Comment