Tuesday, 9 January 2018

છોટી બાત

બાળક ને શિક્ષણ માટે એવું વાતાવરણ આપીએ કે તે પોતાની જાતે શીખે.આજકાલ માતા પિતા ને ટકાવારી નો કોઈ રોગ લાગુ પડ્યો હોય એવું લાગે છે.જો તેમના બાળકને અભ્યાસમાં ટકા ઓછા આવે ને તો જાણે શરીર માંથી લોહી ની ટકાવારી ઘટિ ગઈ હોય એવી સ્થિતિ સર્જાય  છે
અરે બાળક કેટલા ટકા લાવ્યું એ જરૂરી રાખ્યા વિના પોતાનો બાળક ગોખણ પટ્ટી કરતા કેટલું સમજી ને વાંચન કરે છે એ ખુબજ જરૂરી છે.
ઈંડા ને જો બહાર થી બળ આપવામાં આવે એટલે કે જો ઈંડા ને બહાર થી દબાણ આપવામાં આવે તો ઈંડુ ફૂટી જાય છે અને તેમાં રહેલો જીવ મરી જાય છે.પણ જો એજ ઈંડુ પરિપક્વ થતા અંદર થી બળ લાગે ત્યારે બચ્ચું જાતે એ ઈંડા માંથી બહાર આવે છે અને જીવન જીવે છે.
બાળક માં પણ એવું જ છે જો એ જાતે અંદર થી  સમજી  અને ભણે તો એ આગળ વધી શકે છે પણ જો માતા પિતા ના દબાણ થી જો એ અભ્યાસ કરે તો કદાચ એ પોતાની ઈચ્છા અને પોતાના માં રહેલી શક્તિ ને ઓળખી શકતો નથી.
બાળકને એવું વાતાવરણ પૂરું પાડીએ કે જેમાં બાળક જાતે શીખે.માતાપિતા પોતાની ઈચ્છાઓ બાળક પર થોપ્યા વિના બાળક શુ ઈચ્છે છે એ જાણી લેવું ખુબજ જરૂરી છે.

#છોટી બાતેં
Chhoti baate

#छोटी बातें

1 comment: