ઉત્તરાયણ નો પર્વ,દાન કરવાનો અનેરો અવસર,તલ સાકરી અને બોર ખાવાનો લાહવો,મિત્રો અને પરિવાર સાથે ઉજવાતો આ સૌનો મનગમતો તહેવાર.
મિત્રો, આ તહેવાર મનાવવા માટે આપણે દોરી અને પતંગ લાવીએ છીએ અને પતંગ ચગાવીએ છીએ.મિત્રો,ઉત્તરાયણ ના તહેવાર પરથી એટલું જ શીખીએ કે જો જિંદગી માં કોઈ સંબંધ કપાઈ રહ્યો હોય તો આપણા તરફ થી થોડી ઢીલ મુકજો જેથી સબંધ જળવાઈ રહે.એકબીજા ની સાથે રહી આપણે આપણા ના જ પતંગ ના કાપીએ એટલે કે આપણા માણસોને આગળ જતાં ના અટકાવીએ અને એમને પતંગ ની જેમ જીવન માં પણ આગળ વધવા દઈએ.
આપણે અવકાશ માં ચગાવતા પતંગ ની દોરી થી અબોલા પક્ષીઓની પાંખો કપાઈ જાય છે કે તેમજ અબોલા પશુઓને ઇજા થાય છે તો પશુ પક્ષીઓને બચાવવા માટે ગુજરાત સરકાર ઘ્વારા કરુણા અભિયાન ચાલુ કરવામાં આવ્યુ છે. જેમાં જો તમે કોઈ પતંગની દોરી થી ઘવાયેલા પશુ પક્ષીને ઇજાગ્રસ્ત જોવો તો તરત 1962 નંબર ડાયલ કરો જેથી તરત એનીમલ એમ્બ્યુલન્સ આવી જશે અને પશુ પક્ષીનો જીવ બચાવી શકાય. આ જાણકારી આપણે આપણા મિત્રો ને પણ આપીએ.
#છોટી બાતેં
#Chhoti baate
#छोटी बातें

No comments:
Post a Comment