ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ.કોઈકનો જન્મ તો કોઈકનું મૃત્યુ.કોઈક નવું ગમવા લાગે તો કોઈક જૂનું ભુલાવા લાગે.આમ જિંદગી ક્યારેય એવું આપતી નથી કે જે માણસ ઈચ્છે છે.લો આજ ની જ વાત કરીએ તો આજે ગાંધીજીનો નિર્વાણદિન તો જયશંકર સુંદરી નો જન્મ દિન.
જયશંકર ભુધરદાસ ભોજક જે ‘સુંદરી’ તરીકે જાણીતા છે.તેમનો જન્મ મહેસાણા જિલ્લાના વિસનગર માં થયો હતો.જયશંકર ભોજક ‘મુંબઈ નાટક મંડળી’માં જોડાઈને સૌભાગ્ય સુંદરી નાટક માં ‘સુંદરી’નું પાત્ર એવું તો ભજવ્યું કે તેઓ’ સુંદરી’ નામથી જ ઓળખાવવા લાગ્યા.
આપણા રાષ્ટ્રપિતા તરીકે જાણીતા ગાંધીબાપુ નો આજ નિર્વાણદિન.આપણે ગાંધીજીના વિચાર ને આજે યાદ કરીએ...
“આપણે માનવતા માંથી વિશ્વાસ કોઈ પણ સંજોગોમાં ન ગુમાવવો જોઈએ.માનવતા એક સમુદ્ર છે;જો સમુદ્રના થોડા ટીપાં ગંદા હોય તો સમગ્ર સમુદ્ર ગંદો ન બની જાય”.
#છોટી બાતેં
#chhoti baate
#छोटी बातें

No comments:
Post a Comment