જિંદગી માં બધું મળે છતાં કઈક ખૂટે છે.અને જે ખૂટે છે એ મેળવવા જ જિંદગી જીવવાની હોય છે.ભગવાન શ્રી રામે પોતાના પિતાના વચન માટે 14 વર્ષ વનવાસ ભોગવ્યો તો આપણે તો માણસ છીએ આપણે આપણા વચન અને કર્મ માટે હિંમત સાથે આગળ વધીએ.જો આપણે કોઈને નડતા હોઈએ તો તેના રસ્તા માંથી ખસી ને એને આગળ વધવા મદદ કરવી જોઈએ.
જિંદગીમાં કોઈ ચેલેન્જ આપવા વાળું હોવું જ જોઈએ તોજ તમે આગળ વધી શકો છો.કંઈક ગુમાવશો તો જ તેના ગયા પછી તેની કિંમત થશે.જે નથી મળ્યું એની પાછળ મહેનત કરી જ્યારે એને મેળવશો ત્યારે તમારી ખુશી નો પાર નથી.જીવન માં સુખ અને દુઃખ હમેશા વાર ફરથી આવે છે.આજે તમને દુઃખ છે તો ધીરજ રાખો સુખ અવશ્ય તમારી સાથે આવશે.અને આજે તમને સુખ છે તો છકી ના જશો દરેકનો દસકો હોય છે.
#છોટી બાતેં
Chhoti baate
#छोटी बातें

Right
ReplyDelete