Monday, 11 December 2017

હું.....

આજે માનવી ચંદ્ર સુધી પહોંચી ગયો પણ એ પોતાને ઓળખી
શકતો નથી.માનવી બીજાની ખામી જોઈ શકે પણ પોતાની ખામી જોઈ શકતો નથી.જો માનવી માનવ બની જાય તો?જો માનવી પોતાને જ ઓળખી લે તો એને આ દુનિયા ને સમજવા ની જરૂર રહેતી નથી.આવી જ એક કાવ્ય રચના મને એક ગ્રુપ માં આવી છે જે આપના માટે....

એક મોકો મેં ગુમાવ્યો,
કોઈ ને કેહશો નહીં
હું મને ના ઓળખાયો,
કોઇને કહેશો નહીં.

આંખને બદલે હૃદયથી
એ મને વાંચી ગયો,
મેં અભણ એને ગણાવ્યો,
 કોઇને કહેશો નહીં.

શબ્દ કેવળ દ્રશ્ય કૈ
શ્લોક થઇ જાતો નથી,
કૌંચવધ હું જોઈ આવ્યો ,
કોઇને કહેશો નહીં.

બસ ખુશીથી જાળ માં
એ માછલી કુદી પડી,
જીવ પાણીથી ધરાયો,
કોઇને કહેશો નહીં.

આયનો પ્રતિબિંબ
મારું જોઈને બોલતો હતો,
જાતમાં તું ભેરવાયો,
કોઇને કહેશો નહીં.

એક વેળા ઇશ્વરે પૂછયું
તને શું જોઇએ,
માંગવામાં છેતરાયો,
કોઇને કહેશો નહીં.

--  *ગૌરાંગ ઠાકર*

#છોટી બાતેં
#छोटी बाते

No comments:

Post a Comment