આપડા બુજુર્ગો હંમેશા આપણને શીખ આપતા હોય છે કે સમય સાથે ચાલો.પણ મોટાભાગે આપણને સમય ગયા પછીજ સમજ આવે છે.
આપણે હંમેશા એવું બોલીએ છીએ કે પેલો માણસ બદલાઈ ગયો ,પહેલા એ મારી સાથે જેવો વ્યહવાર કરે છે એવો હવે નથી કરતો...તો મિત્રો, સામે વાળો માણસ બદલાઈ ગયો એ એનો પ્રશ્ન છે પણ ભૂલ આપણી છેકે આપણે હજી એના સારા વ્યહવાર ની રાહ જોવા માં ત્યાં જ ઉભા રહ્યા.
સમય સાથે ચાલો, ભૂલ થઈ હોય એમાં થી શીખ મેળવો અને અનુભવ સાથે આગળ વધો. જિંદગી બહુ લાંબી છે કોઈના વગર કશું અટકતું નથી.મોટા ભાગે દુનિયા નો નિયમ છે કે આપણને ખાડા માં પાડનાર જ આપણને ખાડા માંથી બહાર લાવવા નો દેખાવ કરતો હોય છે.તો નવા વર્ષ માં 2018 માં થયેલી ભૂલ થી હારી ન જતા ,2019 માં નવા વિચાર અને ખૂબ જ આત્મવિશ્વાસ સાથે આગળ વધો.
જે માણસ ને તીખું ખાવું છે એને તમે ગમે તેવી મોંઘી મીઠાઈ આપશો તોય એને પસંદ નહિ જ આવે એટલે જ જરૂરિયાત હોય તેટલોજ વ્યવહાર કરતા શીખો.
#છોટી બાતેં
#छोटी बातें

No comments:
Post a Comment