નવરાત્રી એટલે માતાજી ની શ્રદ્ધા અને આસ્થા થી ભક્તિ કરી પુણ્ય પ્રાપ્ત કરવાનો અવસર.પહેલાના સમય માં ગામ ના લોકો ભેગા મળી જાતે ગરબા રમતા જાય અને ગાતા જતા.અત્યારના સમય માં તો પાર્ટી, ડી.જે.,સ્પીકર,માઇક વગેરે વ્યવસ્થા ઉપલબદ્ધ છે.પરંતુ માતાજીનો માટીનો ગરબો હજી પણ આસ્થાના પ્રતીક રૂપે જોવા મળે છે.દરેક માંડવી માં માતાજી નો એક ગરબો હોય છે.જે લોકો ગરબા રમતા રમતા ગુમાડે છે અને માતાજી ની કૃપા પ્રાપ્ત કરે છે.આ ગરબા (નાની માટલી) મા અનેક નાના મોટા કાણા પાડી બનાવવા માં આવે છે તેમાં એક દિવો કરવા માં આવે છે.માતાજી નો ગરબો એ શીખવે છે કે દુનિયા માં લોકો તમને ટીપી ટીપી ને ઘડસે.અનેક દુઃખો રૂપી જિંદગી માં કાણા પડશે.પણ આપણા પોતાની અંદર એક દીવો (આત્મવિશ્વાસ) જબૂકતો રાખજો જેથી લોકો ના જીવન નું અને પોતાના જીવનનું અંધકાર દૂર કરી શકો.અને આ પ્રકાશ થી તમારું જીવન પણ ગરબા જેવું સુંદર બની જાય.
માતાજીની આઠમ એટલેકે આઠમે ઘણા લોકો આવા ગરબા લાવી માતાજી ને અર્પણ કરે છે.ગામના મંદિરમાં આવા ઘણા ગરબા ભેગા થાય છે.તો મારે મિત્રો ને કહેવું છે કે આવા ભેગા થયેલા ગરબા ને પાણી માં પધરાવી ના દેતા કે પછી આ ગરબા પડ્યા પડ્યા ફૂટી જાય એ પહેલાં પોસ્ટર માં બતાવ્યા પ્રમાણે જો પક્ષી ઓ ના માળા માટે ઉપયોગી થશે તો આ નવલી નોરતા સાર્થક છે.
આપણે પણ આપણા મનપસંદ તહેવાર નવરાત્રી માં ઝૂમીએ...
#જય માતાજી

Very good
ReplyDelete