જીવનમાં કોઈકવાર દુઃખતો કોઈકવાર સુખ મળે છે.પણ કહેવાય છે કે દુઃખમાં હિમ્મતના હારવી અને સુખમાં છકીના જવું.
ક્યારેક સમય તમારા પક્ષમાં હોય તો ક્યારેક સમય તમારા થી વિરુદ્ધ હોય પણ જો ધીરજથી કામ લો તોજ ભવિષ્ય સારું બની શકે છે.
ઘણીવાર મૌનમાં પણ તાકાત હોય છે કે તે સામે વાળાને સમજાવી શકાય છે.ઘણીવાર માણસને કહેવું હોય છે છતાં કહી શકતો નથી પણ જો સામેવાળા સમજેતો એનું દુઃખ સમજી શકે છે.કોઈક કોમ્પિટિશનમાં ભાગ લીધા પછી પણ જો એક થી ત્રણમાં પણ નંબર ના આવે તો એવું ના સમજી લેવુકે જિંદગીમાં કાઈ મળી શકે તેમ નહિ.હજી જિંદગી લાંબી છે મહેનત કરવી પણ ફળ તમે ઇચ્છતા હોય એવુના મલેતો દુઃખી ના થવું.
મહેનત કરવી આપના હાથમાં છે અને ફળ......જેની અપેક્ષાજ રાખવી નહિ તો દુઃખીના થવાય.
આ સમય પણ વીતી જશે......બસ ધીરજ રાખો....

No comments:
Post a Comment